સવાલ 1 — ફંડિંગ લેવું છે કે નહીં?

જો તમે ઇન્વેસ્ટર્સ (angel/VC) પાસેથી પૈસા લેવાનું વિચારી રહ્યા હોવ, તો Private Limited જ પસંદ કરો. ઇન્વેસ્ટર્સ equity shares માં ઇન્વેસ્ટ કરે છે, અને ESOP જેવા ટૂલ્સ પણ Pvt Ltd માં જ પ્રેક્ટિકલ છે. LLP માં બહારનું ઇન્વેસ્ટમેન્ટ લેવું સ્ટ્રક્ચરલી મુશ્કેલ છે.

સવાલ 2 — Compliance કેટલી સંભાળી શકશો?

Pvt Ltd માં વાર્ષિક filings વધારે છે — ROC forms, board meetings, statutory registers, audit (turnover ભલે ઓછું હોય). LLP હળવું છે — audit ત્યારે જ જ્યારે turnover ₹40 લાખ કે contribution ₹25 લાખ ક્રોસ કરે, અને filings ઓછી છે. નાની પ્રોફેશનલ પ્રેક્ટિસ, ફેમિલી બિઝનેસ અને સર્વિસ ફર્મ્સ માટે LLP અવારનવાર પૂરતું હોય છે.

સવાલ 3 — Tax નું ગણિત શું કહે છે

  • Pvt Ltd: company tax સરખામણીએ નીચા સ્લેબ પર હોઈ શકે છે, પણ પ્રોફિટ કાઢવા પર (salary/dividend) ફરીથી tax લાગે છે — ટોટલ કોસ્ટ તે જ નક્કી કરે છે.
  • LLP: ફ્લેટ રેટ પર tax, પણ partners ને પ્રોફિટ ડિસ્ટ્રિબ્યુશન પર અલગથી tax નહીં — જે કાઢ્યું, તે સીધું હાથમાં.
  • સાચા આંકડા તમારા પ્રોફિટ લેવલ અને વિથડ્રોઅલ પેટર્ન પર આધાર રાખે છે — આ જ ગણતરી પ્રોફેશનલ સાથે બેસીને કરવી સૌથી જરૂરી સ્ટેપ છે.

એક લાઇનમાં

Scale + funding + brand credibility જોઈએ → Pvt Ltd. Simplicity + low compliance + flexible profit withdrawal જોઈએ → LLP. અને જો એકલા ફાઉન્ડર હોવ તો OPC પણ એક ઓપ્શન છે — પણ તેની પોતાની મર્યાદાઓ છે.

જે ભૂલ સૌથી કોમન છે

લોકો સ્ટ્રક્ચર મિત્રોની વાતો સાંભળીને પસંદ કરી લે છે. પછી 2 વર્ષ બાદ conversion કરવું પડે છે — જે સમય અને પૈસા બંને લે છે. પહેલા દિવસે 30 મિનિટનું સ્ટ્રક્ચર્ડ ડિસ્કશન આ બધું બચાવી લે છે. CGA India માં અમે incorporation પહેલા આ જ ચર્ચા ફ્રીમાં કરીએ છીએ — બિઝનેસ મોડલ સમજીને સ્ટ્રક્ચર સજેસ્ટ કરીએ છીએ, ઊલટું નહીં.

આ ટોપિક પર મદદ જોઈએ છે?

ફ્રી 15-min consultation — WhatsApp પર "BIZ" મોકલો.

WhatsApp "BIZ"