દરેક case નો data source અલગ હોય છે — એટલે પહેલું કામ statement કાઢવાનું અને reconcile કરવાનું હોય છે, computation પછી થાય છે.
Indian exchange trading
WazirX, CoinDCX, Zebpay જેવા accounts — trade report download, 194S TDS નું 26AS/AIS સાથે મિલાન, અને Schedule VDA.
Foreign exchange અને P2P
Binance, Bybit, OKX કે P2P deals. અહીં TDS જાતે નથી કપાતું, અને જો તમે resident હોવ તો foreign holdings ના reporting નો સવાલ પણ અલગથી ઊભો થાય છે.
Self-custody wallets
MetaMask, Ledger, Trust Wallet. On-chain data થી transfers શોધીને cost basis બનાવીએ છીએ — આમાં જ સૌથી વધુ સમય લાગે છે.
Mining, staking અને airdrop
Reward મળવા પર એક ગણતરી, અને પછી વેચવા પર બીજી. બંને અલગ-અલગ record કરવા પડે છે નહીંતર double taxation નું risk રહે છે.
NFT અને gaming assets
NFT પણ VDA ની વ્યાખ્યામાં આવી શકે છે. Royalty અને secondary sale ની ગણતરી અલગથી જોવી પડે છે.
Crypto માં payment મળ્યું
Freelancer કે business ને USDT/BTC માં payment મળ્યું — તે business income છે, VDA gain નહીં. બે અલગ heads, બે અલગ rates.