મોટાભાગના યુનિટ્સને દરેક વસ્તુની જરૂર હોતી નથી. પહેલા જોઈએ કે તમારા સેટઅપમાં શું લાગુ પડે છે, પછી તે મુજબ scope બનાવીએ છીએ.
GST અને input tax credit
Monthly returns, inputs અને capital goods પર ITC, blocked credits નો રિવ્યુ, અને inverted duty structure વાળા યુનિટ્સ માટે refund claim.
Job work
Job worker ને મોકલેલો સામાન, પાછા આવવાની સમય મર્યાદા અને ITC-04 નું રિપોર્ટિંગ. સમય મર્યાદા પૂરી થવા પર તેને વેચાણ માની લેવામાં આવે છે — આ સૌથી સામાન્ય ભૂલ છે.
E-invoicing અને e-way bill
Turnover મુજબ e-invoicing ની જરૂરિયાત, e-way bill બનાવવાની સાચી રીત અને માલ રોકવા કે penalty ના કિસ્સામાં રજૂઆત.
ખરીદી પર TDS અને TCS
મોટી ખરીદી પર TDS u/s 194Q અને વેચાણ પર TCS u/s 206C(1H) — બંને એક સાથે નથી લાગતા. કોણ ટેક્સ કાપશે, તે પહેલા નક્કી કરવું ફાયદાકારક રહે છે.
MSME નો 45-દિવસનો નિયમ
Micro અને small suppliers ને સમયસર પેમેન્ટ ન થાય તો તે ખર્ચની બાદબાકી તે વર્ષે નથી મળતી. Vendor લિસ્ટમાં Udyam સ્ટેટસ અપડેટ કરવું હવે જરૂરી છે.
Factory અને લેબર
Factory licence, PF, ESI, કોન્ટ્રાક્ટર કમ્પ્લાયન્સ અને રજિસ્ટર. ઇન્સ્પેક્શન વખતે આ જ રેકોર્ડ માંગવામાં આવે છે.
Cost રેકોર્ડ અને cost audit
ઘણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં cost રેકોર્ડ રાખવા અને લિમિટ વધવા પર cost audit ફરજિયાત છે. અમારી પાસે ઇન-હાઉસ CMA સપોર્ટ છે.
Import, export અને ઇન્સેન્ટિવ્સ
IEC, કસ્ટમ્સ ડોક્યુમેન્ટેશન, એક્સપોર્ટ બેનિફિટ્સ અને સ્ટેટ પોલિસીના ઇન્સેન્ટિવ્સ — પાત્રતા અને ક્લેમ કરવાની પ્રોસેસ.
ROC અને વાર્ષિક filing
Board ના ઠરાવો, રજિસ્ટર, વાર્ષિક return અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ — આખા વર્ષનું કેલેન્ડર એક જ જગ્યાએ.