નાનો business
એક યુનિટ, સાદા ચોપડા, basic reporting
- Monthly books નું ક્લોઝિંગ
- એક પેજનું MIS
- Cash flow નો સારાંશ
- Compliance calendar પર નજર
₹25,000 / month થી શરૂ · + GST
ચોક્કસ fee scope જોયા પછી નક્કી થશે
Virtual CFO · એડવાઈઝરી
ઘણા બિઝનેસ એટલે નથી અટકતા કે કામ ઓછું છે. તે એટલે અટકે છે કારણ કે આંકડા સમયસર સામે નથી આવતા. કઈ પ્રોડક્ટ નફો આપે છે, કેશ ક્યાં અટવાયેલી છે, આવતા મહિને કેટલા પૈસા જોઈશે — આ બધું દર મહિને ખબર હોવી જોઈએ, વર્ષના અંતે નહીં.
કામમાં શું સામેલ છે
Fees
Fees business ના કદ, transactions અને reporting ની જરૂરિયાત પર આધાર રાખે છે. નીચે શરૂઆતી આંકડા છે.
એક યુનિટ, સાદા ચોપડા, basic reporting
₹25,000 / month થી શરૂ · + GST
ચોક્કસ fee scope જોયા પછી નક્કી થશે
એકથી વધુ પ્રોડક્ટ્સ કે લોકેશન, bank limit ચાલતી હોય
₹45,000 / month થી શરૂ · + GST
ચોક્કસ fee scope જોયા પછી નક્કી થશે
Investor reporting, board meetings, audit ની તૈયારી
₹75,000 / month થી શરૂ · + GST
ચોક્કસ ફી સ્કોપ જોયા પછી નક્કી થશે
આ પેજ પર આપેલી જાણકારી સામાન્ય માહિતી છે, professional advice નથી. Tax પોઝિશન તથ્યો અને તે સમયના કાયદા પર આધાર રાખે છે — તમારા કેસ માટે અમારી સાથે વાત કરી લો.
વર્ષ પૂરું થયા પછી ખબર પડે કે માર્જિન ઘટી ગયું તો કંઈ થઈ શકતું નથી. જો દર મહિને ખબર પડે તો સમય રહેતા સુધારો કરી શકાય છે.
Loan, લિમિટ કે ફંડિંગ — ત્રણેય જગ્યાએ ચોખ્ખા ચોપડા, પ્રોજેક્શન અને ડોક્યુમેન્ટેશન જોઈએ. આ રાતોરાત તૈયાર નથી થતા.
સ્કોપ
એક ફૂલ-ટાઈમ CFO જે કામ કરે છે, એ જ કામ — પાર્ટ-ટાઈમ એન્ગેજમેન્ટમાં.
દર મહિને ચોપડા બંધ, જેથી આંકડા હંમેશા તાજા અને ભરોસાપાત્ર રહે.
Sales, માર્જિન, ખર્ચ અને પ્રોફિટ — એક પેજ પર, સમજાય તેવી ભાષામાં.
કેટલું આવશે, કેટલું જશે, અને કયા અઠવાડિયે અછત પડશે — પહેલેથી જાણો.
આખા વર્ષનું budget, અને દર મહિને એ જાણો કે plan મુજબ કામ ચાલે છે કે નહીં.
કોના પૈસા અટકેલા છે અને કેટલા દિવસથી — follow-up ની સિસ્ટમ.
કઈ product કે client ખરેખર નફો આપે છે, અને કઈ નહીં.
CMA data, projections અને bank ના સવાલોના જવાબ.
GST, TDS અને ROC time પર ભરાય છે કે નહીં — એક જ જગ્યાએથી નજર.
જે report બહાર જાય છે, તે સ્પષ્ટ અને યોગ્ય હોવી જોઈએ.
સામાન્ય મુશ્કેલીઓ
આ એ વસ્તુઓ છે જેના માટે business owner સૌથી વધુ પરેશાન હોય છે.
આખું વર્ષ અંધારામાં નીકળી જાય છે, અને ભૂલ સુધારવાનો સમય જ નથી બચતો.
પૈસા આવવા અને નફો થવો એ બે અલગ વસ્તુઓ છે.
Bank documents માંગે છે અને તે સમયે બધું ઉતાવળમાં બનાવવું પડે છે.
કોણે ક્યારે પૈસા આપવાના હતા, તે કોઈ એક જગ્યાએ લખેલું જ નથી હોતું.
બે જગ્યાએ બે અલગ નંબર — notice આવવાનું સૌથી સામાન્ય કારણ.
Entry થઈ જાય છે, પણ તેનો અર્થ કોઈ નથી સમજાવતું.
Process
અત્યારે books, systems અને નંબર્સ ક્યાં છે — એક સાચું ચિત્ર.
Chart of accounts, reports નું format અને મહિનાનું calendar નક્કી.
Closing, MIS અને cash flow — નક્કી તારીખ પર.
દર મહિને કે quarter માં નંબર્સ પર ચર્ચા, અને આગળના પગલાં.
Accountant entry કરે છે, અમે તે data નો અર્થ કાઢીએ છીએ. બંને અલગ કામ છે — ઘણીવાર અમે તમારા જ accountant સાથે મળીને કામ કરીએ છીએ, તેમને હટાવતા નથી.
ના. કામ પૂરેપૂરું online ચાલે છે. દર મહિને કે quarter માં એક બેઠક થાય છે, તે call પર કે office માં — જેવું તમને ઠીક લાગે.
હા. Tally, Zoho, Busy કે Excel — જે તમે વાપરો છો તેના પર જ કામ થઈ જશે. નવું software લેવાની જરૂર નથી.
તે અલગ સેવાઓ છે અને તેની fees અલગ છે. Virtual CFO માં અમે તેના પર નજર રાખીએ છીએ કે તે સમય પર ભરાય છે કે નહીં. જો બંને એકસાથે જોઈએ તો combined plan બનાવી દઈએ છીએ.
દરેક business માટે આ નથી. જો તમારા વ્યવહાર ઓછા હોય તો accounting અને retainer પૂરતું છે. વાત કરીને સ્પષ્ટ જણાવી દઈશું કે અત્યારે જરૂર છે કે નહીં.
કામ મહિના મુજબ ચાલે છે. એટલું ચોક્કસ કહીશું કે ત્રણ-ચાર મહિના પહેલાં ફરક દેખાતો નથી, કારણ કે પહેલો મહિનો તો ફક્ત વસ્તુઓ વ્યવસ્થિત કરવામાં જાય છે.
વધુ પણ
Turnover, કેટલા લોકો, અને બુક્સ અત્યારે કેવી રીતે ચાલે છે — આટલું પૂરતું છે. અમે જણાવી દઈશું કે Virtual CFO ની જરૂર છે કે નહીં, અને જો હોય તો કયો પ્લાન યોગ્ય રહેશે. આના માટે કોઈ ચાર્જ નથી.