Hatchery, farm અને integration — ત્રણેયની જરૂરિયાતો અલગ છે. નીચે એ બધું છે જે આ સેક્ટરમાં સામાન્ય રીતે લાગે છે; તમારા મોડેલ પર કયું લાગુ પડશે, તે પહેલી વાતચીતમાં નક્કી થઈ જશે.
Entity અને registration
Proprietor, partnership, LLP કે Pvt Ltd — ક્ષમતા અને ફંડિંગ મુજબ નિર્ણય. સાથે PAN, TAN, Udyam અને જગ્યાનું registration.
GST registration
સપ્લાયનો પ્રકાર જોઈને નક્કી થાય છે કે registration લેવું પડશે કે નહીં, અને કયા-કયા રાજ્યમાં. ફક્ત exempt સપ્લાય અને મિક્સ્ડ સપ્લાય માટેના નિયમો અલગ હોય છે.
Input credit અને reversal
Exempt અને taxable સપ્લાયની વહેંચણી, કોમન ઇનપુટ્સ પર નિયમ મુજબ રિવર્સલની ગણતરી, અને બ્લોક કરેલી ક્રેડિટની ઓળખ.
Income tax અને બુક્સ
Business income ની ગણતરી, મરઘાંના મૃત્યુદર અને ખોરાકનો હિસાબ, stock valuation, presumptive option મળશે કે નહીં, અને audit ની સ્થિતિ.
Grower અને integration contracts
બચ્ચાં, ખોરાક અને દવા કોની માલિકી ગણાશે, growing charges કેવી રીતે નક્કી થશે, મૃત્યુદરનું નુકસાન કોનું — આ બધું લેખિતમાં હોવું જોઈએ. મૌખિક સમજૂતી જ સૌથી મોંઘી પડે છે.
TDS અને TCS
Growing charges, ટ્રાન્સપોર્ટ, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને મોટી ખરીદી પર કયા હેડમાં કપાત થશે, અને તેની quarterly filing.
Pollution board consent
ક્ષમતા મુજબ કેટેગરી નક્કી કરવી, Consent to Establish અને Consent to Operate, તેમજ કચરો, ગંદા પાણી અને મૃત મરઘાંના નિકાલનો રેકોર્ડ.
licence અને મંજૂરીઓ
જ્યાં પ્રોસેસિંગ, પેકિંગ કે ટ્રેડિંગ થતું હોય ત્યાં FSSAI; ખોરાક સંબંધિત જરૂરિયાતો; સ્થાનિક સંસ્થા અને પશુપાલન વિભાગનું registration.
Project report અને બેંક
CMA data, પ્રોજેક્શન અને સ્કીમ મુજબ ફંડિંગ માટેના દસ્તાવેજો — બેંકના ફોર્મેટમાં, સામાન્ય ટેમ્પલેટમાં નહીં.