Basic registration
નાની દુકાન, હોમ કિચન અથવા નાનું યુનિટ
- કેટેગરીનું એસેસમેન્ટ
- ડોક્યુમેન્ટ્સની તૈયારી
- અરજી અને ફોલો-અપ
- સર્ટિફિકેટ સોંપણી
₹1,500 થી શરૂ · + GST
ચોક્કસ ફી કામનો વ્યાપ જોયા પછી નક્કી કરવામાં આવશે
ફૂડ licence · FSSAI
રેસ્ટોરન્ટ હોય, કિચન હોય, પેકિંગ હોય કે માત્ર ટ્રેડિંગ — licence વગર Swiggy-Zomato ઓનબોર્ડ નથી કરતા, કે કોઈ મોટો બાયર ઓર્ડર નથી આપતો. અને ઇન્સ્પેક્શનમાં સૌથી પહેલા આ જ પૂછવામાં આવે છે.
કામમાં શું સામેલ છે
ફી
નીચે અમારી પ્રોફેશનલ ફી આપેલી છે. સરકારી ફી અલગથી લાગશે અને તે licence ના વર્ષો અને કેટેગરી પર આધાર રાખે છે.
નાની દુકાન, હોમ કિચન અથવા નાનું યુનિટ
₹1,500 થી શરૂ · + GST
ચોક્કસ ફી કામનો વ્યાપ જોયા પછી નક્કી કરવામાં આવશે
રેસ્ટોરન્ટ, બેકરી અથવા નાનું મેન્યુફેક્ચરિંગ
₹3,500 થી શરૂ · + GST
ચોક્કસ ફી કામનો વ્યાપ જોયા પછી નક્કી કરવામાં આવશે
મોટું યુનિટ, import-export અથવા એકથી વધુ રાજ્ય માટે
₹7,500 થી શરૂ · + GST
ચોક્કસ ફી કામનો વ્યાપ જોયા પછી નક્કી થાય છે
આ પેજ પર આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે, professional સલાહ નથી. Tax ની સ્થિતિ તથ્યો અને તે સમયના કાયદા પર આધાર રાખે છે — તમારા કેસ માટે અમારી સાથે વાત કરો.
Basic, state અથવા central — આ તમારા ટર્નઓવર અને કામકાજ પર નક્કી થાય છે. જો ખોટું પસંદ કર્યું, તો renewal વખતે અથવા ઇન્સ્પેક્શનમાં જ ખબર પડે છે.
Online delivery apps, quick-commerce અને corporate buyers — દરેકના onboarding ફોર્મમાં licence નંબર પહેલું ખાનું હોય છે.
વ્યાપ
તમે ફૂડ ચેઈનમાં કયા સ્તરે છો, તે મુજબ licence અને ડોક્યુમેન્ટ્સ બદલાઈ જાય છે.
નાના યુનિટ, હોમ કિચન અને નાની દુકાન માટે.
રેસ્ટોરન્ટ, બેકરી, નાની મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન માટે.
મોટા યુનિટ, import-export અને એકથી વધુ રાજ્યમાં કામ કરનારાઓ માટે.
કયા પ્રોડક્ટ્સ કવર થશે — જો આમાં ભૂલ થઈ તો પછીથી modification કરાવવું પડે છે.
દરેક જગ્યાનું પોતાનું licence — head office અને બ્રાન્ચ માટે અલગ-અલગ.
Address, પ્રોડક્ટ અથવા કેપેસિટી બદલાવા પર licence અપડેટ કરાવવું.
Licence ખતમ થાય તે પહેલા renewal — જો સમય જતો રહે તો નવું લેવું પડે છે.
જે કેટેગરીમાં લાગુ પડે છે ત્યાં વર્ષનું return.
ફૂડ ઈમ્પોર્ટ કરવા વાળા માટે અલગ જરૂરિયાતો અને IEC સાથે જોડાણ.
સામાન્ય સમસ્યાઓ
આ એવી વસ્તુઓ છે જેના કારણે licence કામ નથી આવતું.
Licence ની કેટેગરી અથવા address તેમના રેકોર્ડ સાથે મેચ નથી થતું.
Renewal વિન્ડો નીકળી ગઈ હોય તો ફરીથી નવી એપ્લિકેશન કરવી પડે છે.
કિચન ક્યાંક બીજે છે અને licence બીજા સરનામે — ઇન્સ્પેક્શનમાં આ પકડાઈ જાય છે.
નવી પ્રોડક્ટ લોન્ચ કરી પણ licence માં તે કેટેગરી છે જ નહીં.
દરેક જગ્યાનું પોતાનું licence હોય છે, એકથી કામ નથી ચાલતું.
તેનો જવાબ સમયસર આપવો જરૂરી છે, નહીંતર licence પર અસર પડી શકે છે.
પ્રોસેસ
કામ, ટર્નઓવર અને જગ્યા જોઈને સાચી કેટેગરી નક્કી કરીએ છીએ.
ફોટો, પ્રૂફ અને લેઆઉટ — અમે એક નાનું લિસ્ટ મોકલી આપીશું.
Filing, ફી અને ડિપાર્ટમેન્ટના પ્રશ્નોના જવાબ.
Licence સર્ટિફિકેટ અને આગળના રિન્યુઅલ માટે રિમાઇન્ડર.
તે તમારા ટર્નઓવર, જગ્યા અને કામના પ્રકાર પર આધાર રાખે છે. તમે તમારા કામ અને અંદાજિત ટર્નઓવર વિશે જણાવો — અમે તમને સાચી કેટેગરી જણાવી દઈશું.
હા, જો ખોરાકનું કોમર્શિયલ કામ હોય તો registration જરૂરી છે, ભલે તે ઘરેથી હોય. મોટાભાગના આવા કિસ્સામાં બેઝિક registration લાગે છે.
Licence એક થી પાંચ વર્ષ સુધીનું લઈ શકાય છે, અને સરકારી ફી તે મુજબ લાગે છે. લાંબા સમય માટે લેવાથી રિન્યુઅલની ઝંઝટ ઓછી થઈ જાય છે.
ના, દરેક જગ્યાનું પોતાનું અલગ licence હોય છે. જો હેડ office થી સપ્લાય થતી હોય તો તેનું સ્ટ્રક્ચર અલગ બને છે — અમે તપાસીને જણાવી દઈશું.
જો રિન્યુઅલનો સમય નીકળી ગયો હોય તો નવી application કરવી પડે છે. તમે જૂનું સર્ટિફિકેટ મોકલી આપો, અમે જોઈને જણાવીશું કે હવે શું વિકલ્પ છે.
તે અલગ બાબત છે અને અલગ શરતો પર લાગુ થાય છે. જો બંનેની જરૂર હોય તો અમે સાથે જ કરાવી આપીએ છીએ.
વધુ માહિતી
તમે શું બનાવો છો કે વેચો છો, ક્યાંથી અને કેટલા આઉટલેટ્સ છે — આટલું પૂરતું છે. અમે જણાવીશું કે કયું licence જરૂરી છે, કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કુલ કેટલો ખર્ચ થશે. આના માટે કોઈ ચાર્જ નથી.