મર્યાદા અને નિયમો દર વર્ષે બદલાઈ શકે છે — તમારા કેસ માટે હાલની લિમિટ અમે કન્ફર્મ કરીએ છીએ.
Tax audit — business
જો ટર્નઓવર ₹1 કરોડથી વધુ હોય તો audit જરૂરી છે. જો રોકડ વ્યવહાર 5% થી ઓછા હોય, તો આ મર્યાદા ₹10 કરોડ સુધીની છે.
Tax audit — profession
ડોકટરો, આર્કિટેક્ટ અને કન્સલ્ટન્ટ જેવા પ્રોફેશનલ્સ માટે જો ગ્રોસ રિસીપ્ટ ₹50 લાખથી વધુ (રોકડ 5% થી ઓછી હોય તો ₹75 લાખ) હોય તો audit લાગે છે.
Presumptive સ્કીમની બહાર
Presumptive સ્કીમમાં ઓછો નફો બતાવવા પર અથવા આવક મર્યાદાથી વધુ હોવા પર પણ audit લાગી શકે છે.
Company statutory audit
દરેક company માટે audit ફરજિયાત છે — ભલે ટર્નઓવર શૂન્ય હોય. પ્રથમ auditor ની નિમણૂક 30 દિવસમાં board દ્વારા કરવામાં આવે છે.
LLP audit
LLP માટે audit ત્યારે જરૂરી છે જ્યારે ટર્નઓવર ₹40 લાખ અથવા કોન્ટ્રીબ્યુશન ₹25 લાખથી વધુ હોય.
Stock audit
બેંક CC/OD લિમિટ સામે સ્ટોક સ્ટેટમેન્ટની ચકાસણી — બેંકના ફોર્મેટ અને સમય મર્યાદા મુજબ.
Internal audit
કેટલીક companies માટે ફરજિયાત, બાકીના લોકો માટે ભૂલો અને ફ્રોડ પકડવાની સૌથી સસ્તી રીત.
Trust અને NGO audit
12AB હેઠળ રજિસ્ટર્ડ ટ્રસ્ટ માટે ITR પહેલા Form 10B / 10BB audit જરૂરી છે.
Society અને co-operative
રાજ્યના નિયમો મુજબ audit અને રજિસ્ટ્રારને filing.