GSTR-9
નાના અને મધ્યમ બિઝનેસ
- return અને બુક્સનું reconciliation
- ITC અને Table 8 નું એનાલિસિસ
- GSTR-9 filing
- તમારા રેકોર્ડ માટે વર્કિંગ ફાઇલ
કામની વિગત જોઈને ફિક્સ ભાવ
કામની વિગત જોયા પછી ચોક્કસ ફી લેખિતમાં નક્કી કરવામાં આવશે
CA · GST annual return
GSTR-9 અને 9C માં આખા વર્ષના GSTR-1, GSTR-3B, GSTR-2B અને બુક્સનું મિલાન થાય છે. અહીં જ ખબર પડે છે કે ક્યાંક ટેક્સ ઓછો ભરાયો, ITC વધારે લીધી કે રિવર્સલ રહી ગયું. અમે પહેલા રિકોન્સાઈલ કરીએ છીએ, ભૂલ સુધારીએ છીએ, પછી file કરીએ છીએ — જેથી return પોતે notice નું કારણ ન બને.
કામમાં શું સામેલ છે
ફી
ફી GSTIN ની સંખ્યા, ટર્નઓવર, ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને હિસાબના ચોપડાની સ્થિતિ પર આધાર રાખે છે.
નાના અને મધ્યમ બિઝનેસ
કામની વિગત જોઈને ફિક્સ ભાવ
કામની વિગત જોયા પછી ચોક્કસ ફી લેખિતમાં નક્કી કરવામાં આવશે
₹5 કરોડથી વધુ ટર્નઓવર
કામની વિગત જોઈને ફિક્સ ભાવ
કામની વિગત જોયા પછી ચોક્કસ ફી લેખિતમાં નક્કી કરવામાં આવશે
જેમના જૂના વર્ષો બાકી છે અથવા notice આવી છે
કામની વિગત જોઈને ફિક્સ ભાવ
કામનો સ્કોપ જોયા પછી જ ચોક્કસ ફી લેખિતમાં નક્કી કરવામાં આવે છે
આ પેજ પર આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે, પ્રોફેશનલ સલાહ નથી. દરેક કેસના તથ્યો અને તે સમયના કાયદા અલગ હોઈ શકે છે — તમારા કેસ માટે અમારી સાથે વાત કરી લો.
દરેક ટેબલનું વર્કિંગ બનાવવામાં આવે છે — જેથી notice આવે તો જવાબ ફાઈલમાં પહેલેથી તૈયાર હોય.
જે ટીમ annual return file કરે છે, તે જ ASMT-10 અને demand notice ના જવાબ અને appeal સંભાળે છે.
સ્કોપ
માત્ર ફોર્મ ભરવું નહીં — પહેલા reconciliation, પછી સુધારા અને પછી filing.
Books ની સેલ્સ vs GSTR-1 vs GSTR-3B — રેટ મુજબ અને સ્ટેટ મુજબ.
Books vs 3B vs 2B; Table 8 નો તફાવત અને તેનું કારણ.
Section 17(5), Rule 42/43 અને 180 દિવસના પેમેન્ટનો નિયમ.
જો ઓછું પેમેન્ટ મળે તો DRC-03 દ્વારા વ્યાજ સાથે voluntary payment.
Audited turnover થી GST turnover સુધીનું reconciliation અને બાકી રહેલા તફાવતનું કારણ.
દરેક સ્ટેટ registration નું અલગ annual return અને ઇન્ટર-બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન.
કાયદો શું કહે છે
Annual return માં તમે જે આંકડા આપો છો, તે જ પછીથી assessment અને demand નો આધાર બને છે. તેથી 'જેવું 3B માં હતું તેવું જ ભરી દો' તેવી રીત જોખમી છે.
દરેક regular taxpayer એ annual return file કરવાનું હોય છે; notification મુજબ ₹2 crore સુધીના aggregate turnover વાળા માટે GSTR-9 optional કરવામાં આવ્યું છે.
₹5 crore થી વધુ aggregate turnover પર audited financials સાથે self-certified reconciliation statement.
આવતા financial year ની 31 December (extension notification થી બદલાઈ શકે છે).
Due date થી 3 વર્ષ પછી annual return file કરી શકાતું નથી.
Turnover slab મુજબ દરરોજની late fee, એક મહત્તમ મર્યાદા સાથે.
Annual return અને ચોપડા વચ્ચેનો તફાવત scrutiny (ASMT-10) અને demand notice નો સૌથી સામાન્ય આધાર છે.
આ વાતો પહેલાથી જાણી લો
ચોપડા જોયા વગર 3B ના આંકડા નાખી દેવા — સાચો તફાવત પછીથી demand બનીને આવે છે.
2B નો ITC અને claim કરેલ ITC અલગ હોય — જો તફાવતની સમજૂતી ન હોય તો notice આવી શકે.
Rule 42/43, Section 17(5) અને 180 દિવસના પેમેન્ટ નિયમ મુજબના રિવર્સલ વર્ષના અંત સુધી બાકી.
ગયા વર્ષની ITC અથવા સુધારો આવતા વર્ષે લીધો, પણ Table 8C/13 માં નથી બતાવ્યો.
Rate-wise અને HSN-wise આંકડા returns સાથે મેચ નથી થતા — સીધો મિસમેચ.
Late fee સાથે, અને 3 વર્ષ પછી તો ઓપ્શન જ ખતમ.
CGA ની પ્રોસેસ
portal પરથી returns, client પાસેથી બુક્સ — એક ચેકલિસ્ટ સાથે.
Sales, ITC, ટેક્સ પેમેન્ટ અને HSN — દરેક ટેબલ માટે વર્કિંગ.
જે તફાવત મળ્યા, તેનું કારણ અને શું કરવું — તમારી સાથે નક્કી કરીશું.
જરૂર હોય તો DRC-03 થી પેમેન્ટ અથવા ITC રિવર્સલ.
GSTR-9 અને જ્યાં લાગુ હોય ત્યાં GSTR-9C, DSC/EVC થી, વર્કિંગ ફાઇલ સાથે તમને મળશે.
ડોક્યુમેન્ટ્સ
આ લિસ્ટ તૈયાર રાખો. ફોટો અથવા સ્કેન WhatsApp પર મોકલી આપો — original ફક્ત જરૂર પડે ત્યારે જ. કેસ મુજબ લિસ્ટ થોડું બદલાઈ શકે છે.
જરૂરી
FY 2024-25 થી demand notice માટે નવો Section 74A લાગુ છે — time limits અને penalty નું માળખું બદલાયું છે. Annual return માં જે પણ તફાવત રહી જશે, તે આ સેક્શન હેઠળ ડિમાન્ડનો આધાર બની શકે છે.
Annual return file થયા પછી તેમાં સુધારા (revision) નો વિકલ્પ નથી. તેથી filing પહેલા reconciliation પૂરું થવું જોઈએ.
દરેક રેગ્યુલર ટેક્સપેયર માટે annual return ની જોગવાઈ છે. નોટિફિકેશન દ્વારા ₹2 કરોડ સુધીના ટર્નઓવર વાળા માટે GSTR-9 ઓપ્શનલ છે. Composition dealers હવે GSTR-9A ને બદલે GSTR-4 annual return file કરે છે.
₹5 કરોડથી વધુ ટર્નઓવર પર GSTR-9C file કરવાનું હોય છે. FY 2020-21 થી આ સેલ્ફ-સર્ટિફાઇડ છે — CA નું સર્ટિફિકેશન જરૂરી નથી, પણ પ્રોફેશનલ પાસે reconciliation કરાવવું વ્યવહારુ જરૂરિયાત છે.
દરરોજની late fee લાગે છે જે ટર્નઓવર મુજબ મર્યાદિત (capped) છે. Due date ના 3 વર્ષ પછી annual return file જ નથી થઈ શકતું, તેથી બાકી વર્ષોનું કામ જલ્દી પૂરું કરો.
ના, GSTR-9 revise થતું નથી. ભૂલની અસર આવતા વર્ષના returns અથવા DRC-03 થી એડજસ્ટ થાય છે અને notice આવે તો ખુલાસો આપવો પડે છે.
ડિપાર્ટમેન્ટ GSTR-9 ને GSTR-1, 3B, 2B અને e-way bill ડેટા સાથે મેચ કરે છે. તફાવત મળે તો ASMT-10 સ્ક્રુટિની અથવા demand notice આવે છે. અમે reply અને hearing બંને સંભાળીએ છીએ.
વધુ જુઓ
GSTIN ની સંખ્યા, turnover અને કયું FY બાકી છે — આટલું મોકલો. અમે જણાવીશું કે 9 અને 9C બંને લાગશે કે ફક્ત 9, અને fee કેટલી હશે.